પલ પલ દિલ કે પાસ - ગુલઝાર - 16

(14)
  • 6.2k
  • 1.8k

ગુલઝાર તે દિવસોમાં બિમલરોય “બંદિની” બનાવી રહ્યા હતા. એસ. ડી. બર્મનને ગીતકાર શૈલેન્દ્ર સાથે કોઈક બાબતે મનદુઃખ થયું હતું. ફિલ્મના બે ગીતો લખવાના બાકી હતા. બિમલ દા ની પારખું નજર ગુલઝાર પર ઠરી હતી. તેમણે ગુલઝારનો પરિચય એસ. ડી. બર્મન સાથે કરાવ્યો હતો. બર્મન દા ને શૈલેન્દ્ર પર ગુસ્સો ઉતારવાનો તરીકો મળી ગયો હતો. તેમણે તાત્કાલિક ગુલઝાર પાસે એક ગીત લખાવ્યું હતું. આમ ગુલઝારે જીવનનું પ્રથમ ગીત લખ્યું હતું. જે ગીત એટલે લતાજીના અવાજમાં સ્વરબધ્ધ થયેલું કાવ્યાત્મક ગીત “મોરા ગોરા રંગ લઇ લે મુઝે શ્યામ રંગ દઈ દે”. જોગાનુજોગ ગુલઝાર બીજું ગીત લખે તે પહેલાં એસ. ડી. બર્મનને શૈલેન્દ્ર સાથે