શિકાર : પ્રકરણ 6

(218)
  • 5.7k
  • 9
  • 3.5k

નવી કોલોનીના સાર્થક ફ્લેટના ત્રીજા માળે પોતાના મકાનમાંથી તૈયાર થઈને સમીર ખાન નીકળ્યો અને સીધો જ આશ્રમ રોડ પાસેના સીટી ગોલ્ડ પહોંચ્યો હતો. ત્યાં નીમી હાજર જ હતી. થોડીક હાય હેલો પ્રેમભરી વાતો કરીને બંને ટીકીટ લઈને થ્રીયેટરમાં ગયા હતા. સમીર અને નિમિષા ઉર્ફ નિમિ ઉર્ફ મોહિની વાજા થ્રિએટરના અંધારા ખૂણામાં ફિલ્મ જોઈ રહ્યા હતા. ખરેખર તો સમીર થ્રિએટરના પરદા ઉપર નહિ પણ એના મોબાઈલના સ્ક્રીનમાં જોઈ રહ્યો હતો. કોઈ એક્શન થ્રિલર ફિલ્મ હોત તો કદાચ સમીરની આંખો પરદા ઉપરથી હટી ન હોત પણ એના પ્લાન મુજબ એને નિમિને લઈને રોમાન્ટિક ફિલ્મ જોવા આવવું પડ્યું હતું, જે એને જરાય પસંદ