જંતર-મંતર ( પ્રકરણ : છ ) બીજા દિવસની સવારે હંસાભાભીએ રીમાને ખુશ ખબર આપતાં કહ્યું, ‘નણંદબા, આજે તમારી કસોટી છે.’ ‘કાં, શું છે ?’ રીમાએ અચરજ સાથે પૂછયું ત્યારે હંસાભાભીએ આંખોને એક તોફાની ઉલાળો આપતાં કહ્યું, ‘રીમા, આજે સાંજે અમર અને એનાં મા-બાપ તને જોવા આવવાનાં છે.’ ‘કોણ....? પેલા આફ્રિકાવાળા....!’ ‘હા હા, એ જ. એ અમર અને એનાં મા-બાપ છેલ્લા ત્રણ મહિનાથી આપણે ત્યાં આંટા ખાય છે, અને તું પણ એ અમરને બરાબર જોઈ લેજે, પછી અમારો વાંક કાઢતી નહીં.’ ‘ના, ભાભી ના...હું એ અમર સાથે સગાઈ-લગ્ન નહીં કરું. અરે, અમર તો શું પણ હું કોઈની સાથેય લગ્ન નહીં કરી