શિકાર : પ્રકરણ 5

(215)
  • 6.6k
  • 12
  • 3.8k

સમીર ગેટની બહાર નીકળ્યો ત્યારે જ કોલેજના કોઈ સ્ટુડેન્ટે તેને સમાચાર આપ્યા હતા કે એન્જીએ આત્મહત્યા કરી છે. એટલે એણે સીધી જ એન્જીના ઘર તરફ બાઈક ભગાવી હતી. બાઇકની કી કાઢી એ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે પોલીસની જીપ એને સામે મળી. ઇન્સ્પેકટર ભારદ્વાજે એક નજર એના પર ફેંકી અને રવાના થયા. પોલીસ જીપને જોઈને એ ઘરમાં દાખલ થયો. કોલ્ડમુન ભવ્ય મકાન હતું. તેનું રાચ રચીલું જાણે બકિંગહમમાંથી લાવીને અહી ગોઠવ્યું હોય તેવું અનુપમ લાગતું હતું. સમીરે ઘર પરથી એન્જી કેટલી સમૃદ્ધ હતી તે અંદાજ મેળવી લીધો. સમીર કોઈને ઓળખતો નહોતો પણ ચહેરા અને ઉદાસી જોઈને એ સમજી ગયો કે ખૂણામાં એલ આકારે