જંતર-મંતર - 4

(156)
  • 21.3k
  • 7
  • 12.6k

જંતર-મંતર ( પ્રકરણ : ચાર ) રીમા વાસંતી તરફ જ આગળ વધી રહી હતી. વાસંતી ન તો ચિલ્લાઈ શકતી હતી કે ન તો મદદ માટેની કોઈ બૂમ મારી શકતી હતી. એનામાં અત્યારે કોઈ તાકાત જ રહી નહોતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એનું શરીર ભયથી ધ્રૂજી રહ્યું હતું. એની આંખો પણ ફાટવા લાગી હતી. એનું હૃદય તો ઉછળીને હમણાં બહાર નીકળી જશે અથવા ફાટી જશે એ રીતે જોરશોરથી ધ્રૂજી રહ્યું હતું. વાતાવરણમાં પણ સન્નાટો હતો અને પળે-પળે ભયંકર બનતા ચહેરાવાળી રીમા એની તરફ વધુ ને વધુ આગળ વધતી જતી હતી. વાસંતી રીમાને આગળ વધતી રોકવા માટે પોતાનો