અર્ધ અસત્ય. - 51

(251)
  • 8.2k
  • 12
  • 5.3k

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૧ પ્રવીણ પીઠડીયા અભય ભીલ લોકોના કબિલામાં પહોંચીને ચોગાનમાં ઉભો હતો. અહીં આવ્યો ત્યારની તેના મનમાં એક જ વાત રમતી હતી કે વર્ષો પહેલાં જે ભીલ યુવતી અચાનક ક્યાંક ગાયબ થઇ ગઇ હતી એનું સત્ય શું છે એ જાણવું અને તેનો પૃથ્વીસિંહજીના ગાયબ થવા સાથે કોઇ સંબંધ હોય તો એનો સંદર્ભ તપાસવો. કબિલામાં પ્રવેશ્યાં બાદ તેણે મુખિયાની પૃચ્છાં કરી એટલે એક બાળક દોડીને મુખિયાને બોલાવી લાવ્યો હતો. મુખિયો ખબર નહીં કેમ પણ તેને જોઇને ચોંકયો હોય એવું લાગ્યું પરંતુ પછી તેણે તેને આવકાર્યો હતો અને નજીકનાં એક ઝૂપડાની પરસાળમાં ખાટલો ઢળીને તેને બેસવાં કહ્યું હતું. તેઓ ખાટલાં ઉપર