અધ્યાય-12અર્થ પોતાની જગ્યાએ થી ઉભો થઈને ચાલવા મંડ્યો પણ તે વિચારતો હતો. તે છોકરો દેખાવે હોંશિયાર, સમજદાર અને સુંદર લાગતો હતો પણ તે અંધ કેવી રીતે હોઈ શકે તેના વિચારવા પાછળની કારણ તે હતું કે તેણે આવું ક્યારેય નહોતું જોયું.તેણે ધ્યાન તે વાત પરથી હટાવીને મન અને તન બંને ને આગળ વધારે છે અને વનવિહાર તરફ જાય છે જ્યાં ખૂબ ભીડ જામી છે.અર્થ પણ તે ભીડને વીંધીને કાયરા પાસે ત્યાં કાયરા અને વરીના શિવાય બીજું કોઈ તે ભીડમાં દેખાતું નહતું.કાયરા: "બાપરે આટલું મોટું જાનવર, મેં ક્યારેય નથી જોયું."એકલી કાયરા જ નહીં અર્થ અને ત્યાં ઉભા બધાજ અચરજ પામી ગયા હતા.અચરજ