એ મઝધાર પામ્યા, અમે ડૂબી ગયા કિનારા પર,દિલ છોડીને આવ્યા છીએ સપનાના મિનારા પર.હતુ જીવન રંગીન, મારે ખુશી હતી, દોસ્તો હતા,એ પણ બરબાદ થઈ ગયું એના એક ઈશારા પર.તમે ભરપેટ જમ્યા છો એટલે ભૂખની ખબર નથી,તમે થોડીક તો રહેમ કરો એ ભટકતા નોંધારા પર.એ નિર્જીવ હતી છતાં પી ગઈ રક્ત પ્રજાનું ખુરશી,એ ત્યાં બેઠા હતા ગરીબી હટાવો જેવા નારા પર.ભાગ્ય પર એવું રહ્યું , સરકાર અને સનમ બેવફા,કેમ જુલમ કરો મનોજ જેવા નિર્દોષ બિચારા પર...............................................................આગ લગાવી જાય તો આગ બુઝાવી જાય,આ કવિતા મારી થોડામાં ઘણું સમજાવી જાય.રાકતરંજીત હોઈ કે પછી હોઈ ફાગ પ્રણયના,એક ખરલની શાહી અનેક ભાગ નિભાવી જાય.આ જનમેદનીથી