બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (6) ક્રોનિક મીટ 'નકુમ સર તમારા માટે જ્યુશ ઓર્ડર કરું ? મારો બેચ મેટ મોદી નકુમભાઈને જોતાં જ બોલ્યો. 'નો થેન્કસ, બંને બેસો, હું ઓર્ડર કરીશ.' 'ત્રણ ફાલુદા જ્યુશ ટપુ ' 'હા, નકુમભાઈ' ટપુએ વીજળી વેગે પ્રતિક્રિયા આપી. બ્રાઉન ધોતી, ઉપર પહેરણ, હાથમાં દાંડીયા. નવરાત્રીનો ગજબ ક્રેઝ હતો. નકુમભાઈને... 'યાર, નવરાત્રી છે. ખૂબ રમો, એન્જોય યોર સેલ્ફ' બ્રેકમાં નકુમભાઈ નાસ્તો કરવા આવેલા અને અનાયાસે અમે પણ પહોંચી ગયાં. 'ફે્રશ ફાલુદા જ્યુશ તૈયાર, લો' ટપુએ સ્ટાઈલથી એક હાથમાં ત્રણ ગ્લાસ ઉઠાવી આપ્યાં. એક તરફ ફાલુદા જ્યુશનો સ્વાદ અને તરફ નકુમભાઈ અને નવરાત્રીની વાતો... 'તું કયા યરમાં