પલ પલ દિલ કે પાસ - ગીરીશ કર્નાડ - 14

(11)
  • 5.5k
  • 1
  • 1.6k

ગીરીશ કર્નાડ ગીરીશ કર્નાડ ની ગણના આજે આલા દરજ્જાના અભિનેતા તરીકે થાય છે ચાહે તે ફિલ્મ હોય કે રંગ મંચ. પાત્રને આત્મસાત કરવાની તેની કળાથી આજે સમગ્ર ફિલ્મ જગત વાકેફ છે. જોકે એ વાત જુદી છે કે એક ફિલ્મના સેટ પર શ્યામ બેનેગલ ગુસ્સે થઈને બોલી ઉઠયા હતા “અરે ગીરીશ, મુઝે તુમ્હારે ચહેરે પે રોમાન્સ ચાહિયે રોમાન્સ”.કઈ હતી તે ફિલ્મ ? ૧૯૭૬ ની સાલ હતી. એક ફિલ્મના સેટ પર શ્યામ બેનેગલ અપસેટ થઇ ગયા હતાં.રસોડામાં પતિ પત્ની તરીકે ગીરીશ કર્નાડ અને શબાના આઝમીના સંવાદના દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું. રીટેઈક પર રીટેઈક થઈ રહ્યા હતા.શબાના દરેક ટેઈક માં તેના ડાયલોગને