મારી ચૂંટેલી લઘુકથાઓ - 25

(11)
  • 2.6k
  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અવાક પોતાની ઝુંપડીની બહાર ઢીલા પડી ગયેલા પલંગ પર બેસેલો સુખિયા વિચારના વમળમાં ફસાઈ ગયો હતો. દિવાળી પર શાહુકાર પાસેથી સો રૂપિયે પાંચ રૂપિયા વ્યાજ આપવાની શરત પર લીધેલા બે હજાર રૂપિયા દશેરા આવતા આવતા ચાર હજાર કેવી રીતે થઇ ગયા. એ તો અભણ હતો, તો સાચો હિસાબ કેવી રીતે લગાવે? હાથમાં રહેલી બીડી બુઝાઈ જવાની તૈયારીમાં હતી, તેને તેણે જોરથી સુટ્ટો લગાવીને ફરીથી સળગાવી દીધી. નજર સામે તેનો દીકરો પીઠ પર ભારે ભરખમ સ્કુલ બેગ લટકાવીને આવી રહ્યો હતો. “સાંભળ તો દીકરા, તને વ્યાજના દાખલા આવડે છે?” પ્રશ્ન સાંભળીને એનો દીકરો