અર્ધ અસત્ય. પ્રકરણ-૫૦ પ્રવીણ પીઠડીયા દેવાને ઝાડ સાથે બંધાયેલો છોડીને જ અભય ચાલી નિકળ્યો હતો. દેવાનું શું થશે એ ફિકર તે કરવા માંગતો નહોતો કારણ કે બે વખત તેણે તેની ઉપર ભયાનક હુમલો કર્યો હતો અને બન્ને વખત તે બાલબાલ મરતાં બચ્યો હતો એટલે તેને મરવાં માટે તરછોડતા સહેજે ગ્લાની તેને ઉદભવતી નહોતી. તે કબિલાની ખોજમાં નિકળ્યો ત્યારે દેવાની આંખોમાં જે અસહાયતાનાં ભાવો છવાયા હતા અને જે રીતે તે કરગર્યો હતો એની પણ તેના ઉપર કોઇ અસર થઇ નહોતી. તે જંગલમાં અંતર્ધાન થયો ત્યારે પણ દેવો વિહવળ નજરે તેની પીઠને તાકી રહ્યો હતો. એક દિશા અભયને મળી હતી. પેલા અદ્ભૂત