આરોપ - (વહુએ મૂકેલા સાસુ પરના આરોપની એક હૃદયસ્પર્શી કથા)

(52)
  • 2.9k
  • 3
  • 1k

"આરોપ"નીરવ પટેલ "શ્યામ"મુકુંદના લગ્નને હજુ 3 મહિના જ થયા હતા, નવી આવેલી વહુ રીમા ઘરમાં ધીમે ધીમે સેટ થવા લાગી હતી, મુકુંદ પણ તેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરતો, મુકુંદની મમ્મી કલ્પનાને પણ દીકરી નહોતી એટલે એમને પણ વહુના રૂપમાં દીકરી જ મળી છે એમ જ વિચાર્યું હતું. શરૂઆતના ત્રણ મહિના સુધી તો કલ્પનાને રીમા સાથે કોઈ વધારે વાત થતી નહોતી કારણ કે નવા નવા લગ્ન થયા બાદ ત્રણ મહિનામાં મોટાભાગનો સમયતો મુકુંદ અને રીમાનો બહાર જ વીત્યો હતો.ત્રણ મહિના પછી મુકુંદ પણ કામમાં બરાબર પરોવાઈ ગયો, રીમા અને કલ્પના હવે સાથે સમય વિતાવવા લાગ્યા હતા, રીમા થોડી આઝાદ વિચારોની