માથાભારે નાથો - 29

(64)
  • 6.4k
  • 5
  • 1.9k

મિનિટો સુધી મિત્રતાની પારાકાષ્ટા એ રૂમમાં છવાયેલી રહી. ચાર મિત્રોની એકબીજા માટે ન્યોચ્છવર થવાની ભાવના ચરમસીમા પર હતી. આખરે મગને મૌન તોડતા કહ્યું, "રાઘવ, તું આટલો મહાન હઈશ એની મને ખબર નહોતી. મેં તારી 'જેવા સાથે તેવા'ની નીતીને તારી ચોરવૃત્તિ સમજી લીધી. તું મને માફ કર દોસ્ત.હું તને સમજી ન શક્યો..અને હવે કોઈએ ત્યાગમુર્તિનો દીકરો થવાનું નથી.આ પૈસાથી આપણી ચારેયની ભાગીદારી પેઢી બનાવીને ડાયમંડનો બિઝનેસ આપણે શરૂ કરવાનો છે..જો કોઈ હવે આ બાબતમાં દોઢ ડાહ્યું થયું છે તો મારા હાથનો માર ખાશે.." મગનની વાત સાંભળીને ત્રણેય હસી પડ્યા.રાઘવે નાથાને અને મગનને હીરાનો બિઝનેસ કેમ કરવો એની રૂપરેખા સમજાવતા કહ્યું, "મિત્રો, આપણી