હું અહીં ઊભો છું, સાહેબ!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-17) જીવનમાં કોણ કયારે મળી જાય એ ખબર હોતી નથી. કયારેક અણગમતું મળે, તો કયારેક ગમતું પણ મળે. મનના વિચારોનું પણ એવું જ છે. કયારેક સારો વિચાર આવે, તો કયારેક દુઃખદાયક વિચાર પણ આવીને ઊભો રહી જાય છે. પણ આપણે તો સંસારસાગરમાં રહેનારા. એટલે લડવાનું તો રહ્યું જ (ઝગડવાનું નથી કહેતો). મન આવા વિચારમાં પડયું હતું અને તે વખતે હું ગાડી લઈને નીકળ્યો. રસ્તામાં ચાર રસ્તાની ચોકડી આવી. વાહનોની ભીડ વધારે હતી. તેથી ગાડી થોડી રોકી. અન્ય પણ ત્યાં ગાડી રોકી ઊભા હતા. બાજુના રસ્તેથી આવતાં વાહનો થોડાં