હાલત બગડવા લાગી એટલે રેવાને થયું કે જો હું આવી હાલતે દાદીમાં સામે જઈશ તો તે ચિંતામાં મુકાશે એટલે રેવા ત્યાંથી ચાલી ઘરની બહાર થોડે દુર આવેલાં ઝાડની પાછળ જઈ બેસી ગઈ. એટલામાં રોહન બહાર નિકળ્યો. આસપાસ નજર ફેરવવા લાગ્યો. ખબર નહીં શું શોધતો હતો!... શું તેણે રેવાને જોઈ લીધી હતી? ખબર નહીં... પણ રોહનનું ધ્યાન કોઈકને શોધવામાં હતું. તેનાં ચહેરાં પર એક અસમંજસનો ભાવ દેખાતો હતો. તે બાઈકને એમ અડકી રહ્યો હતો જેમ કોઈકનો અહેસાસ તેને થયો હોય. બીજી તરફ રેવા પોતાની જ જાતથી લડતી હતી અને અસ્પષ્ટ દ્રશ્યો