અંગત ડાયરી - સત્યમેવ જયતે

  • 5.7k
  • 1
  • 1.8k

અંગત ડાયરી============શીર્ષક : સત્યમેવ જયતેલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલજો તમે ટીચર હો અને પરીક્ષાના સુપરવિઝન દરમિયાન તમારા પોતાના પુત્રને ચોરી કરવા ન દીધી હોય, જો તમે ટ્રાફિક પોલીસમાં હો અને તમારા ભત્રીજાને ટ્રિપલ સવારીમાં જતો રોકી પહોંચ ફાડી દીધી હોય, જો કોર્પોરેટર, મેયર, મંત્રી, પક્ષઅધ્યક્ષ કે વડાપ્રધાન હો અને તમારો સગ્ગો ભાઈ કારખાનામાં મજુરી કરતો હોય તો યાદ રાખજો તમે શ્રીમદ ભગવદ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક પરફેકટલી સમજ્યા છો.. જેમાં વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્રના મુખે ‘મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય’ મૂકી છેક પાંચ હજાર વર્ષ પહેલા કહી રાખ્યું હતું કે જે વ્યક્તિ પદનો દુરુપયોગ કરશે તેઓ ધૃતરાષ્ટ્ર જેવું ફળ મેળવશે.