રિવેન્જ - પ્રકરણ - 43

(190)
  • 6k
  • 10
  • 3.6k

રિવેન્જ પ્રકરણ-43 અન્યાં માં પાપા સાથે વાત કરી રહેલી અને રાજનો ફોન આવી ગયો. એણે અચાનક જ લગ્નથી વધામણી આપી દીધી કહ્યું "તું અહીંથી ગઇ પછી પાપાએ કહ્યું તમે લોકો લગ્ન કરી લો. હવે મને પણ એવું થાય છે કે ઘરમાં વહુ આવી જાય તો સારું મારી ફરજ પુરી થાય અને હવે હૃદયની આ બિમારીએ મને ચેતવી દીધો છે દીકરા... તું અન્યાને કહી દે કે એ એનાં પેરેન્ટસ પાસે ગઇ છે તો વાત કરીલે એની ફેમીલીમાં.... હું નાત જાતમાં માનતો નથી. અન્યા રૂપકડી અને ડાહી છોકરી છે તમે લોકો મારાં જીવતાં સેટલ થાવ અને હું દાદા બની જઊં.