પ્રત્યાગમન - ભાગ ૯

(33)
  • 3.1k
  • 3
  • 1.3k

મધુકર આ ઘટના વખતે બહાર હતો. મૃણાલના હોશકોશ ઉડેલા હતા . વોચમેને ફોન કરીને પોલીસ બોલાવી. નીલા હજીયે બેહોશ હતી.પોલીસે આવીને તેની નાડી ચેક કરી પણ ધ્રુવ મૃત્યુ પામી ચુક્યો હતો .પોલીસ અધિકારીએ ટેબલ પર મુકેલી ચિઠ્ઠી ઉપાડી અને વાંચી અને જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેના ભવાં ખેંચાતા ગયા.ચિઠ્ઠી આ પ્રમાણે હતી પ્રિય મમ્મી , હું આ ફાની દુનિયા છોડીને જાઉં છું કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય પણ મારા કેસ માં ઉલટું થયું હું તો કછોરું ન થયો પણ મારો બાપ કમાવતર થઇ ગયો. મારી બરબાદી માટે પૂર્ણ રીતે મારા પિતા મધુકર