અંગારપથ. પ્રકરણ-૩૩. પ્રવીણ પીઠડીયા. સંભાજી ગોવરેકરે પોતાની તૈયારીઓ આરંભી દીધી. ડગ્લાસની ધમકીથી તે ફફડી ઉઠયો હતો કારણકે ડગ્લાસ કંઇપણ કરી શકવા સમર્થ હતો. જો એ કહેતો હોય કે તે ગોવાને ભડકે બાળશે તો એવું કરતાં તેને કોઇ રોકી શકવાનું નહોતું. એક વખત તે વિફરે પછી તેને સંભાળવો લગભગ મુશ્કેલ બનવાનો હતો અને એમાં તેના હાથ પણ દાઝવાનાં હતા કારણકે તે એનો ક્રાઇમ પાર્ટનર હતો. ડગ્લાસ તેની અસલી ઓકાત ઉપર ઉતરી આવે એ પહેલાં તેણે પોતાને સુરક્ષિત રાખવાનો બંદોબસ્ત ગોઠવી નાખવાનો હતો અને એ માટે તેણે ફોન ઘુમડવા શરૂ કર્યા હતા. સૌથી પહેલો ફોન તેણે ગોવાના ડેપ્યૂટી સી.એમ. દૂર્જન