અર્ધ અસત્ય. - 47

(228)
  • 8.1k
  • 16
  • 5.5k

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૭ પ્રવીણ પીઠડીયા રઘુભા ખરેખર ધરબાઇ ગયો હતો. કાળીયો જે દિવસે અકસ્માત કરીને તેની પાસે આવ્યો ત્યારથી જ તેના જીગરમાં એક ફડક પેસી ગઇ હતી કે હવે તેના વળતાં પાણી શરૂ થઇ ગયા છે. તેની એ બીક સાચી પડી હતી અને આજે તે પકડાયો હતો. હંમેશા કોઇ રાજાની જેમ રહેતો રઘુભા પોલીસના ડંડા પડતાં એકાએક જ મિયાની મિંદડી બની ગયો હતો અને તે જે જાણતો હતો એ બધું એકસાથે ઓકી નાંખ્યું હતું, કારણ કે વધું માર સહન કરવા તે અસમર્થ હતો. તેના બયાનથી આખો કેસ ઉંધેમાથે થયો હતો. અભય ભારદ્વાજ બાકાયદા નિર્દોષ સાબિત થતો હતો અને તેને સસ્પેન્ડ