પલ પલ દિલ કે પાસ - દિલીપકુમાર - 12

  • 5.3k
  • 2
  • 1.8k

દિલીપકુમાર સીને જગતમાં અભિનયની દ્રષ્ટીએ દિલીપકુમારનું સ્થાન એક અલગ જ ઉંચાઈ પર છે. ભાગ્યેજ કોઈ અભિનેતા એવો હશે જેણે સમગ્ર કરિયરમાં એકાદ વાર પણ દિલીપ કુમારની કોપી કરવાનો પ્રયત્ન નહિ કર્યો હોય.સફેદ વસ્ત્રો પહેરવાના શોખીન દિલીપકુમાર અંગ્રેજી,ઉર્દુ અને હિન્દી પર ગજબનું પ્રભુત્વ ધરાવે છે.ફિલ્મોમાં દિલીપકુમારની ડાયલોગ ડીલીવરીનો એક અલગ જ અંદાઝ રહ્યો છે. દિલીપકુમારનો જન્મ ૧૧ ૧૨ ૧૯૨૨ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાન)માં થયો હતો.સાચું નામ છે મોહમદ યુસુફ. અગિયાર ભાઈ બહેનોમાં યુસુફનો નંબર ત્રીજો છે.દેશના ભાગલા પહેલાં જ પિતા લાલા ગુલામ શરવર મુંબઈ શિફ્ટ થઇ ગયા હતા.બહોળા પરિવારમાં બાળક યુસુફનો ઉછેર ખૂબ જ સાદગીથી થયો હતો.પિતાજીને ફ્રુટનો બીઝનેસ હતો. યુસુફખાને પ્રાથમિક શિક્ષણ