મારો શું વાંક ? પ્રકરણ - 28 એ આખી રાત દાનીશ સૂઈ ના શક્યો.. બીજી તરફ રહેમતને પણ આવી પડેલા અણધારા સંજોગો સૂવા નહોતા દેતા... મનોમન તે અપરાધભાવ અનુભવી રહી હતી કે એક જ જાટકે એણે દાનીશનું દિલ તોડી નાખ્યું અને પોતાની જાતને કોસીને વિચારવા લાગીકે..... ” કાશ હું દાનીશને મળી જ ના હોત તો સારું થાત, અલ્લાહ...... હમેશાં એને ખુશ રાખે અને જલ્દીથી એનાં જીવનમાં કોઈક આવી જાય અને વહેલી તકે એ આમાંથી બહાર નીકળી જાય”. દાનીશને મળીને હું આ વિશે જરૂર વાત કરીશ. બે દિવસ આમને આમ વીતી ગયા... રહેમતને કામથી સુમીત સાથે અમદાવાદ જવાનું થયું. શબાનાની તબિયત