કાળી રાત

(18)
  • 2.9k
  • 2
  • 960

પેટલાદની પડખે પાંચસોને ખોળામાં લઈને બેઠેલું આશી ખાધે-પીધે સુખી હતું. પણ કોઈ કોઈ વસવાટે ગારમાટીના કાચા મકાનો ગરીબાઈ પ્રગટ કરતા હતા. ગામનું સૌંદર્ય જ એટલું રમણીય હતું કે અજાણ્યા માણસને નજરે ચડતા જ આશીમાં ઠરીઠામ થઈ જવાનો વિચાર સહેજેય આવી જાય એવા આ ગામમાં અઢારેય નાતમાં દૂધ પાણીનો સંપ. રેવાકાકી ભેંસો દોહીને પરસાળમાં આવ્યા.એમના ચહેરા પરનું તેજ કપાળની કંકુ ભુસાય ત્યારથી જ ઊડી ગયેલું પણ શીવાના ઉછેર ખાતર નિરસ બની જીવતા હતા. શીવો રેવાકાકીનું એકનું એક સંતાન.ઘણી માનતાઓ પછી મળેલો એટલે બહું લાડકવાયો.પિતા કરશનદાસ રેવાકાકીને અડધે રસ્તે છોડીને સ્વર્ગવાસી થયા એટલે પિતાનો અધુરો પ્રેમ રેવાકાકીના મુખેથી બમણો થઈને