મહેકતા થોર.. - ૧૧

(22)
  • 3.8k
  • 4
  • 1.6k

ભાગ -૧૧ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ સોનગઢ જવા માટે ઘરેથી નીકળે છે, હવે આગળ...) નવી ચિંતા સાથે વ્યોમ નીકળી પડ્યો નવી સફર પર. પ્રમોદભાઈએ નક્કી કર્યું હતું એટલે વ્યોમ માટે આ સફર સહેલી તો નહીં જ હોય એ તો વ્યોમ પણ જાણતો હતો. પણ સુવિધામાં વસેલો વ્યોમ દુવિધાની કલ્પના પણ ન કરી શકતો, એટલે એને લાગ્યું કે પોતે કઈક મેળ કરી લેશે. સોનગઢના પાદરમાં પહેલી વખત વ્યોમે પગ મૂક્યો. પ્રમોદભાઈએ કહ્યું હતું કે તું પહોંચીસ એટલે વ્યવસ્થા થઈ જશે. પણ વ્યોમને કોઈ દેખાયું નહિ. ક્યાં જવાનું ને શું કરવાનું એને કઈ ખબર ન પડી. પાદરમાં વડલા નીચે ઓટલા