બે જીવ - 4

(16)
  • 3.6k
  • 1
  • 1.9k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (4) ભૂકંપ ર૦૦૧ સવારે આઠ વાગ્યે હું નિત્યક્રિયા પતાવી મારા રૂમમાં આવ્યો. પાણીનો ગ્લાસ તરફ મેં હાથ લંબાવ્યો. પાણીમાં હળવું કંપન ચાલું થયું. હું કંઈ સમજુ એ પહેલા પાણીનો ગ્લાસ તુટયો. બધા જ પુસ્તકો વેરવિખેર મારા રૂમનો જૂજ સામાન પણ અસ્તવ્યસ્ત. વિશ્વ જાણે મારી સામે હાલક–ડોલક થતું હતું. ચારે બાજુ શોરબકોર થયો. નક્કી આ તો પ્રકોપ મેં દોટ મૂકી. પગથિયાં પર પગ માંડવો પણ મુશ્કેલ હતો. એકી સાથે ત્રણ–ચાર પગથિયાં કુદતો હું નીચે ઉતર્યો. મેં ફકત પેન્ટ પહેર્યુ હતું. પણ નીચે જોયું તો મારા મિત્રોની હાલત મારાથી પણ કઢંગી હતી. કોઈ ટોઈલેટમાં તો કોઈ માત્ર