પલ પલ દિલ કે પાસ - દેવ આનંદ - 11

(13)
  • 5.9k
  • 1.9k

દેવ આનંદ ૧૯૪૩માં જયારે બીજા વિશ્વ યુધ્ધના દિવસો ચાલતા હતા બરોબર ત્યારેજ વીસ વર્ષના યુવાન દેવ આનંદનો કપરા સંઘર્ષનો સમય ચાલતો હતો. ખિસ્સામાં માત્ર ત્રીસ રૂપિયા અને બાળપણથી ભેગું કરેલું સ્ટેમ્પ કલેક્શન લઈને તેણે મુંબઈમાં પગ મુક્યો હતો. પૈસા ખૂટી પડતાં આખરે વ્યથિત હ્રદયે સ્ટેમ્પ કલેક્શન પણ વેચી નાખવું પડયું હતું. મોટા ભાઈ ચેતન આનંદને કારણે માંડ ઇપ્ટાના એક નાટકમાં કામ મળ્યું હતું. ખ્વાજા અહમદ અબ્બાસ લિખિત તે નાટકના રીહર્સલમાં દેવથી ડાયલોગ બોલવામાં ભૂલ થઇ હતી. રિહર્સલમાં હાજર રહેલા બલરાજ સહાનીએ તેજ વખતે દેવની ભવિષ્યવાણી ભાખી હતી કે “યે લડકા ઝીંદગી મેં કભી એક્ટર નહિ બન શકેગા”. જોકે દેવની મહેનત