ઋગ્વેદનાં ઋષિઓ ક્લોન્સ વિશે જાણતાં હતાં..!? ક્લોનિંગનાં કોન્સેપ્ટથી હજુ આપણે ઘણા અજાણ છીએ. વૈજ્ઞાનિક આંટીઘૂંટીઓમાં પડ્યા વગર, સરળ ભાષામાં કહેવું હોય તો, ક્લોનિંગ એટલે એવી પ્રક્રિયા જેમાં દરેક પ્રાણી-પશુ-પંખી-મનુષ્યનાં ડીએનએ (DNA)માંથી તેનાં જેવું દેખાતું બીજું રૂપ તૈયાર કરી શકાય. પેદા થનાર ક્લોનનો ચહેરો, સ્વભાવ, શારીરિક બંધારણ, જેનેટિક કોડ બધું જ તેનાં પિતૃ ડીએનએની પ્રતિકૃતિ ગણી શકાય. એમ કહો ને કે, ક્લોનિંગ વડે મારા-તમારા જેવો આખેઆખો બીજો માણસ પેદા કરવો શક્ય છે. એ પણ એક-બે નહીં, અસંખ્ય! ક્લોનિંગ માટે ફક્ત એક જીવિત કોષની આવશ્યકતા પડે છે. તેને વિજ્ઞાનની મદદથી અન્ય કોઇ પણ જીવનાં ગર્ભમાં દાખલ કરાવવો સંભવ છે. પરંતુ મુશ્કેલી એ