ઊંચા ઘરનું સાસરું

(54)
  • 3.4k
  • 7
  • 1.2k

"ઊંચા ઘરનું સાસરું"- નીરવ પટેલ ''શ્યામ''મનહરભાઈએ પોતાની દીકરીને ખુબ જ લાડ પ્રેમથી ઉછેરી હતી. તેમની દીકરી પારુલ પણ ખુબ જ કહ્યાગરી. દેખાવમાં તો કોઈ અભિનેત્રીથી ઓછી નહિ, છતાં પણ પિતાની માન-મર્યાદા ખાતર આજસુધી કોઈ ખોટું પગલું ભર્યું નહોતું. ભણવામાં પણ ખુબ જ હોશિયાર.પરંતુ બાપની પરિસ્થિતિ એટલી સારી નહોતી કે તે તેને આગળ ભણાવી શકે. બાર ધોરણ ભણ્યા બાદ તેના માટે છોકરા જોવાનું શરૂ કરી દીધું.મનહરભાઈના દૂરના સંબંધી પારુલ માટે એક માંગુ લઈને આવ્યા. શહેરમાં સારું ઘર, જમીન અને તમામ સુખ સાહેબી ભરેલા ઘરમાં બે છોકરા જેમાં મોટો છોકરો કંપનીમાં મેનેજર, પગાર પણ સારો, શહેરની બાજુમાં જ કરોડોની જમીન, જે છોકરાની