અંગત ડાયરી - ઘન, પ્રવાહી અને વાયુ

  • 13.9k
  • 1
  • 2.9k

અંગત ડાયરી ============શીર્ષક :ઘન, પ્રવાહી અને વાયુલેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલપ્રાથમિકમાં ભણતાં ત્યારે વિજ્ઞાનના શિક્ષકે શીખવ્યું હતું કે પદાર્થના ત્રણ સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ ત્રણ સ્વરૂપો બધે જ દેખાવા લાગ્યા. ઉંમરના મુખ્ય ત્રણ સ્વરૂપો - બાળપણ એટલે સોસાયટીની તમામ શેરીઓને ખુંદી વળતો વાયુ, યુવાની એટલે જેમ નદીમાં વહેતું પ્રવાહી સ્વરૂપ બે કાંઠાની વચ્ચે જ વહે તેમ, અમુક નક્કી માર્ગ પર જ રોજની અવર જવર, ઘરેથી ઘંધે કે ઓફિસે અને ઓફિસેથી ઘરે વહ્યા કરવું અને વૃદ્ધા વસ્થા એટલે જેમ પથ્થર કે પર્વત હાલ્યા ચાલ્યા વિના ઉભા હોય તેમ, દિવસો સુધી