માથાભારે નાથો - 27

(55)
  • 4.9k
  • 1.8k

મગનની સામે જ બેસીને ઘાટ કરતો બેઠી દડીનો ભીમજી એના ચહેરા કરતા મોટી મૂછ રાખતો.લેથ સુધી પહોંચવા એને બે પાટલાં મૂકીને ઉપર બેસવું પડતું.માથામાં સારી પટ તેલ નાખીને એ ઊભા વાળ ઓળતો.એના ગાલ ફૂલેલા હતા. એક હીરાનો ઘાટ પતે એટલે ખોંખારો ખાઈને એ ભીમજી, પોતાની મૂછને વળ ચડાવતો.મગન એની સામું ન જુએ તો ફરીવાર ખોંખારો ખાતો.મગન ઘાટ કરતાં કરતાં એની સામે જુએ એટલે એ તરત જ આંખ મારીને ફરી મૂછને વળ ચડાવતો.કોણ જાણે એને મગનની સાથે જ આવું કરવું ગમતું.એને મજા આવતી.એને હતું કે મગન ગુસ્સે થશે.પણ મગન તો હસી પડતો.આખા દિવસના દસથી પંદર હીરાનો ઘાટ ભીમજી કરતો એને દર