ટ્રુથ બિહાઇન્ડ લવ પાર્ટ 20 શ્રૃતિ સવારનાં ઉઠીને ઝડપથી તૈયાર થઇને 9 વાગ્યામાં માર્કેટીંગ માટેની એક કંપની ઓફર અંગે મળવા માટે નીકળી ગઇ. સ્તુતિએ કહ્યું "મેડમ સવાર સવારમાં ક્યાં ? શ્રૃતિએ કહ્યું કોઇ મને જતા વખતે ટોકશો નહીં. ખૂબ જ અગત્યનાં કામે જઊં છું. કોઇ અપશુકન ના જોઇએ પ્લીઝ. હું ત્યાં મળીને સીધીજ ઓફીસે આવી જઇશ. કલાસમાં મારાથી એટેન્ડ નહીં થાય દી તું જઇ આવજે હું તારી પાસેથી સમજી લઇશ. સ્તુતિ અને માં પાપા ચા-નાસ્તાનાં ટેબલ પર બેઠાં બેઠાં શ્રૃતિને જોઇ રહેલાં. અપ ટુ ડેટ થઇને નીકળી રહી હતી. સ્તુતિએ કહ્યું "નહીં ટોકુ બસ... તારી સરપ્રાઇઝ પણ