ઓપરેશન ચેરિયટ : ભાગ ૨

  • 3.5k
  • 1.3k

(ગતાંકથી આગળ...) 18 માર્ચ, 1942 ના, એટલે કે હુમલાના બરાબર દસ દિવસ અગાઉ લેફ્ટ. કર્નલ ન્યુમાને પહેલીવાર તેના સૈનિકોને ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી. દરેકને તેનો રોલ સમજાવી દેવામાં આવ્યો અને આખરી વારનું રીહર્સલ કરાવવામાં આવ્યું. નક્કી થયેલો ફાઇનલ પ્લાન કંઈક આવો હતો. વળાવિયાં જહાજો સાથે નીકળેલો કાફલો સેન્ટ નઝાઇર પોર્ટ તરફ હંકારે. ખુલ્લા સમુદ્રમાં આવીને વળાવિયાં જહાજો અને સબમરીન થોભી જાય અને બાકીનો કાફલો જર્મન ધ્વજ લહેરાવતો આગળ વધે. સેન્ટ નઝાઇર પોર્ટમાં દાખલ થઈને તેઓ પોતપોતાને ફાળવાયેલ લક્ષ્ય તરફ આગળ વધે. જર્મનોનું ધ્યાન ભટકાવવા બ્રિટનનું 'રોયલ એરફોર્સ' એ દરમિયાન શહેર પર હવાઈ આક્રમણ શરૂ કરી દે. જર્મનો બ્રિટીશ વિમાનોના