મધુકરે ખોંખારો ખાધો અને કહ્યું કે માન્ય કે મેં મારા બિઝનેસમાં નુકસાન કર્યું પણ તે સમય જ એવો હતો કે કોઈ તેમાંથી બચી શક્યું ન હતું પણ તેના પહેલા મેં જે ઊંચાઈ પ્રાપ્ત કરી હતી તે ખુબ ઓછા લોકોને મળે છે. અને જ્યાં સુધી સ્કેમ ની વાત છે તેમાં પણ હું આરોપી ન હતો અને માર્કેટ તૂટવાથી બધાને નુકસાન થયું હતું . પણ કોઈ તમારી જેમ પરિવાર ને છોડીને ભાગી નહોતું ગયું ધ્રુવ ના જીભ પાર આવેલું વાક્ય ગળી ગયો. ધ્રુવે કહ્યું ઠીક છે તો તમે કહેવા શું માંગો છો? મધુકરે આગળ ચલાવ્યું કે મારા મૃત્યુના નાટક ને લીધે ઇન્સુરંસ