અર્ધ અસત્ય. - 44

(238)
  • 7.6k
  • 15
  • 5.6k

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૪ પ્રવીણ પીઠડીયા અભયનું મસ્તિષ્ક તેજીથી દોડતું હતું. તેને બરાબર સમજાયું હતું કે જો તે આવી રીતે જ અટવાતો રહેશે તો ક્યારેય કોઇ સચોટ નિર્ણય નહી લઇ શકે. તે એક બાહોશ પોલીસ અસફર હતો અને તેણે એક પોલીસવાળાની જેમ જ વિચારવું જોઇએ. અત્યાર સુધીનો તેનો ખુદનો ટ્રેક રેકોર્ડ ભવ્ય રહ્યો હતો. ભૂતકાળમાં ડ્યૂટી દરમ્યાન તેણે ઘણાં જટિલ અને અટપટા કેસો એકલા પોતાના દમ ઉપર ઉકેલ્યાં હતા. અત્યારે સમય હતો કે તે પોતાનો એ અનુભવ કામે લગાડે. આમ મુંઝાવાથી કે વિચારશૂન્ય બની જવાથી તો તેની મુશ્કેલીઓ ઓર વધવાની હતી. નહીં, તે એવું નહી થવા દે. એકાએક તે ટટ્ટાર થયો