મારો શું વાંક ? પ્રકરણ - 26 આખરે જેમ-તેમ કરીને સવાર પડી. દાનીશ વહેલો ઉઠી ગયો હતો.. ઘરની ગેલેરીમાં જઈને થોડીવાર તે ઊભો રહ્યો. સૂરજનાં આછા સોનેરી ઉજાસને તે એકધારો તાકી રહ્યો અને આવનારા સમયમાં આવો ઉજાસ પોતાનાં ખાલી જીવનમાં પથરાઈ જાય એવી મનોમન તે દુવા કરવા લાગ્યો .... અને પોતાની માં નાં રૂમમાં જઈને બોલ્યો..... અમ્મી ! બધુ કામ પતી ગયું છે... મહેમાનો માટે જમવાનો ઓર્ડર બહાર આપી દીધો છે... અગિયાર વાગ્યા સુધીમાં બધું જ રેડી થઈને આવી જશે... હવે બીજું કાઇં કામ બાકી રહેતું હોય તો મને કહો. દાનીશની અમ્મી તેના માથે હાથ ફેરવીને બોલી.... ના બેટા !