સાઠ કે સત્તર

(76)
  • 3.3k
  • 9
  • 1.1k

કૃષ્ણકાંતને આજે મંદિરે જવાનું મોડું થઈ ગયેલું. ફટાફટ ડૉક્ટર પાસે એમનું રૂટિન ચેકઅપ પતાવી એ એમની ગાડીમાં બેઠા ત્યારે પેટ્રોલ છેલ્લાં ડચકાં લઈ રહ્યું હોવાનું ગાડીએ સિગ્નલ બતાવ્યું. આજે સવારે પેટ્રોલ ભરાવવાનું હતું અને એ ભૂલી ગયેલા, અત્યારે પેટ્રોલ પંપ આગળની લાંબી લાઈનમાં ઊભા રહેવાની એમની જરાય ઈચ્છા નહતી, હવે?ગમે તેવા સંજોગોમાં રસ્તો શોધી લેવામાં કૃષ્ણકાંત માહેર હતા. અહિયાં પણ એમના મગજે તરત જ એક ઉકેલ શોધી લીધો. એમની જૂની ગાડી ઘરે પડી હતી જેની ટાંકીમાં સારું એવું પેટ્રોલ હતું અને મંદિર કરતાં ઘર નજીકમાં જ હતું! એ ઘરે ગયા અને જૂની ગાડીની ચાવી લેવા અંદર ગયા ત્યારે એમના કાનોમાં