અમે બેંક વાળા - 10 - પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ?

  • 4.3k
  • 3
  • 1.9k

10. પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ?ઓક્ટોબર 1999. અગાઉ મેં વાત કરી તેમ હાથે બેંકોના ખાનામાં ફેંકી ચેકો સૉર્ટ કરવાની જગ્યાએ મશીન જે તે ચેક કઈ બેંકના ગ્રાહકે લખ્યો છે તે વાંચી સૉર્ટ કરે તેવી માઇકર એટલે કે MICR ક્લિયરિંગ મારી બેંક દ્વારા શરૂ થવાનું હતું અને હું તેની ઓપનિંગ ટીમમાં હતો.એ સૉર્ટિંગ મશીનો એટલે? 20 ફૂટના રૂમના એકથી બીજા છેડે જાય એટલાં લાંબાં, આપણી કમર જેટલા ઊંચે સ્ટેન્ડ પર ગોઠવી આપણા માથા જેટલી હાઈટ થાય એટલાં ઊંચાં. એ કમરથી માથા જેટલી લગભગ હાઈટ ચેકોની થપ્પીથી ભરાઈ જાય એટલે એ ખાનામાં લાલ લાઈટ થઈ મશીન થોભે એટલે ચેકો ઉતારી ટ્રે માં