કળયુગના ઓછાયા - ૩૧

(98)
  • 3.9k
  • 4
  • 2.2k

રૂહી હોસ્ટેલ પર આવે છે...આસ્થા સુઈ ગઈ હતી...સ્વરા પણ તેના રૂમમાં નથી....એ રૂમમાં જુએ છે કે અનેરી બેડ પર આડી પડેલી હતી...પણ તે સુતેલી હોય એવું ન લાગ્યું.... તેને અત્યારે અનેરી માટે બહુ દુઃખ થાય છે. અને એમાં પણ એનો કંઈ જ વાંક નથી એટલે...એના મનમાં તો કદાચ શ્યામ માટે અત્યારે કેટલી નફરત થઈ ગઈ હશે‌....એની જગ્યાએ કોઈ પણ હોય તો એવું જ થાય. તેને એક ક્ષણ માટે વિચાર આવી જાય છે કે અક્ષત માટે તેને કેટલી લાગણી છે....અને જો એ એને એવું કરે તો તેને કેટલું દુઃખ થાય એ વાત તે વિચારી પણ નથી શકતી.... તે અનેરીની પાસે પાછળથી