દરિયાદિલી ---------- ખીમજીએ સુરધાનમાં લાકડાં તો મૂક્યાં, પણ સળગતાં ન હતાં. હજી હમણાં જ એક ઈર્ષાળુ મોજાંએ લાકડાં ભીંજવી નાંખ્યા હતાં. તેણે મહામહેનતે લાકડાં સળગાવવાનો પ્રયત્ન કર્યો. કેરોસીનની એક પિચકારી તે લાકડાં પર કરી. ભીંજાયેલા હાથે તેમાં સળગતી દીવાસળી ફેંકી ત્યાં ભડકો થયો ન થયો ને ઓલવાઈ ગયો. જેમતેમ કરી તેણે ચાની કીટલી ચડાવી. વહેતા પવનને હથેળી વડે રોકવા વ્યર્થ કોશિશ પણ કરી જોઈ. પણ ભીંજાયેલા લાકડાં કોઈ હિસાબે સળગતા ન હતાં. ધુમાડો ઊઠ્યો. તે આંખમાં પેસી જતાં થોડી બળતરા પણ થઈ. તે અથાગપણે ચા ઉકાળવા મથામણ કરતો રહ્યો. મોજાંની એકાદ પછડાટથી વહાણ ધ્રૂજ્યું. એવામાં ચાની કીટલી તેણે