નવા બુટ

(18)
  • 8.4k
  • 2
  • 1.4k

મસ્તમજાની ગરમ રજાઇના આલિંગનમાં હું સુતો હતો, અને જાણે કોઈએ ઠંડુ પાણી રેડ્યું હોય એટલી તીવ્રતાથી મારા મોબાઈલનું એલાર્મ વાગ્યું. થોડીવાર સુધી થયું કે “આજે વહેલું નથી ઉઠવું...ચાલશે”, પણ વળી પાછો શરીરનો ખયાલ આવ્યો અને ૬:oo નું એલાર્મ બંદ કરી ઉભો થયો. “હજુ તો ઊંઘવું જોઈએ” એ જ વિચારોમાં મેં મારી દૈનિક ક્રિયાઓ પૂરી કરી. મારા બુટની દોરીઓ બાંધી અને મારી પત્નીને સાદ પાડ્યો. તેના માથાની લટો શીંગડાની જેમ ઉપસી આવી હતી, તેણે મારી સામે જોયા વગર જ મને બહાર જતો જોઈ દરવાજો બંદ કર્યો. હું મારા ફ્લેટના લગભગ ૭૨ જેટલા પગથિયા ફટાફટ ઉતરી મેઈન રોડ પર આવ્યો.