હેટ એ બોસ

(24)
  • 2k
  • 5
  • 565

કાર્તિકા ઓફિસે જવા રીક્ષા ની રાહ જોઈ રહીહતી. જોબ નો પહેલો દિવસ હતો ને તેને મોડું થઈ ગયું હતું. ત્યાં એક રિક્ષા આવતી જોઈ કાર્તિકા ઊભી રાખે છે. અંદર એક પેસેન્જર બેઠેલો હોવાથી રીક્ષા ચાલક ના પાડે છે પણ બેઠેલો તે વ્યક્તિ તેને હા પાડે છે. એટલે કાર્તિકા રીક્ષા માં બેસી તેને થેંક યુ કહ્યું. કાર્તિકા ની ઓફિસ આવી એટલે રીક્ષા નું ભાડું આપ્યા વગર નીકળી ગઈ. પાછળથી તે વ્યક્તિ રીક્ષા નું ભાડું આપી દે છે. ને તે પણ ઑફિસ બાજુ નીકળી જાય છે. લેટ આવેલી કાર્તિકા ને ઓફિસ માં ઇન્ટરવ્યૂ માટે લેટ આવવા થી તેને અંદર જવા નથી દેતા.