"કોન્ગ્રેચ્યુલેશન... "કાનમાં ધીમેથી બોલાયેલા શબ્દ નો અર્થ સમજાતાં જ રાગિણી ના ચહેરા પર એક અનોખી ખુશી છલકાઈ ગઈ. આંખમાં ઝળઝળિયાં સાથે તે કેયૂર ને ભેટી પડી એ સાથે જ રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ અને એકસાથે ઘણાબધા અવાજોમાં એક ગીત ગવાઇ રહ્યુ... "કોન્ગ્રેચ્યુલેશન્સ... એન્ડ સેલીબ્રેશન... લાલાલા..... "રાગિણી એકદમ કેયૂર થી છૂટી પડી ગઇ. તેના કાનની બૂટ લાલ થઇ ગઇ અને ગાલે શરમના શેરડા ઉપસી આવ્યા. સમીરા તેની પાસે આવી અને કાંખમાં બેસાડેલા વરૂણ ને ધીમેથી પલંગ પર બેસાડ્યો. વરૂણને હજુ સુધી સંપૂર્ણ પણે આઘાતની કળ વળી નહોતી, તો એણે સમીરા ની ડોક ન છોડી એટલે સમીરા પણ વરૂણ ખોળામાં આવે એ