લઘરવઘર કપડાં, વિચિત્ર રીતે કપાયેલા વાળ, થોડી વધેલી દાઢી , શરીર માંથી નીકળતી દુર્ગંધ સાથે મધુકર ધ્રુવ ના બંગલાના દરવાજે ઉભો હતો. ધ્રુવ તો ઓળખી ન શક્યો તેને, લાગ્યું દરવાજે કોઈ ભિખારી ઉભો છે પણ મૃણાલ ઓળખી ગઈ પણ મધુકરને જોઈને બેહોશ થઇ ગઈ. રાજેશ પણ ત્યાં ઉભો હતો તેણે આગળ વધીને મધુકરને ઘરમાં લીધો અને સીધો ઉપરના માળે લઇ ગયો અને તેને એક રૂમ માં બેસાડી નીચે આવ્યો અને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી તે મારો જૂનો મિત્ર છે તમે પાર્ટી ચાલુ રાખો હું ડૉક્ટર ને ફોન કરું છું . પછી રાજેશે ભાનમાં આવેલી મૃણાલ ને ઉપર લઇ