મારી ચૂંટેલી લઘુકથાઓ - 17

  • 2.7k
  • 1.2k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા એમની પોતાની જિંદગી બંગલાની લીલીછમ લોન પર નેતરની બે ખુરશીઓ મુકેલી છે, બંનેની વચ્ચે નેતરનું જ એક નાનકડું ટેબલ મુકેલું છે. વિનય પ્રસાદજી પત્નીની સાથે સવારે ચાલીને ઘરે પરત આવ્યા છે. પત્ની અંદર જતી રહી છે અને તેઓ સવારના કોમળ તડકામાં બહાર જ ખુરશી પર બેઠા છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે તેઓ ઉપસચિવના પદેથી નિવૃત્ત થયા ત્યારે પત્નીએ પણ પોતાની નોકરીના ચાર વર્ષ બાકી હતા તો પણ વહેલી નિવૃત્તિ લઇ લીધી હતી. તેમનો દ્રઢ મત હતો કે ‘જીવનભર બીજા માટે ખૂબ કામ કર્યું, હવે આપણે બંને એકબીજા માટે જીવીશું.’ વિનય પ્રસાદજી સામે