શતરંજનું પ્યાદું

(21)
  • 2.7k
  • 829

શતરંજનું પ્યાદું સ્વાતિ રસેશની ઓફિસમાં કામ કરતીહતી. દેખાવમાં સુંદર અને યોગ્ય બાંધાને કારણે તેની તરફ નજર ન નાખીએ તો જોનારમાં કોઈ ખામી છે તેમ માનવું રહ્યું. તેને ખબર હતી કે તે ઓફિસમાં પ્રવેશતી ત્યારે કેટલા પુરુષ સહકાર્યકરો આંખમિચોલી રમી રહ્યાં છે અને તેની નોંધ લીધા પછી મનમાંને મનમાં મલકાતી. આ તેનો રોજીંદો ક્રમ બની ગયો હતો પણ તે કોઈને ખાસ દાદ ન આપતી કારણ તેને પોતાની કારકિર્દી બનાવવામાં રસ હતો. શરૂઆતમાં તો કેટલાક નવલોહિયા તેની પાસે આવી કહેતા કે તમને કોઈ તકલીફ હોય, કોઈ મૂંઝવણ હોય તો બેધડક અમારી પાસે આવજો. તમને મદદ કરવામાં અમને આનંદ થશે. પણ