અંગત ડાયરી ============શીર્ષક :સમય લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલશ્રી કૃષ્ણ કાનુડાએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સમયની ગણના કરનારા માટે હું સમય છું: કાલો કલયતામ્ અહમ્. દુઃખી થવાનો એક અને માત્ર એક જ રસ્તો છે: વર્તમાન છોડી ભાગવું, કાં ભૂતકાળમાં અને કાં ભવિષ્યકાળમાં. સુખી થવાનો પણ એક જ રામબાણ ઈલાજ છે: કેવળ અને કેવળ વર્તમાનમાં જીવવું. આજમાં, અત્યારમાં અને જ્યાં છો ત્યાં.આગળની લીટીઓ જરા ધ્યાનથી વાંચજો, ભીતરી દર્દ સો ટકા ઓછું થશે.તમે અત્યારે તમારા મોબાઈલની લંબ ચોરસ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સ્ક્રીન પર ફેસબુક કે વોટ્સ અપ ચાલુ છે. તમે બે પાંચ કે પંદર મિનીટ માટે ફ્રી