માથાભારે નાથો - 26

(65)
  • 5.8k
  • 6
  • 1.9k

માથાભારે નાથો (26) વિરજીના કારખાને ગયા પછી વિરજીએ પોતાના કારખાનામાં કામે બેસવાની મગન અને નાથાને હા પાડી. મગન ઘાટનું કામ શીખ્યો હતો એટલે બીજા જ દિવસથી એ વિરજીના કારખાને કામે બેસી ગયો.પણ નાથાને આવી મજૂરી કરવામાં રસ નહોતો.એટલે રાઘવે આપેલું પડીકું લઈને એ રાઘવના કહેવા મુજબ નરશી માધાની ઓફિસે એ પેકેટ બતાવવા ગયો હતો. પણ નરશીએ નાથાનું પેકેટ જોયું પણ નહીં. નાથો ચંદુલાલ શેઠની શેરીમાં રામાણી ટ્રેડર્સની દુકાન શોધતો શોધતો આવી પહોંચ્યો ત્યારે સાડા બાર થયા હતા.રામાણી ટ્રેડર્સ બે શટરવાળી મોટી દુકાન હતી.અહીં હીરાના કારખાનાઓમાં અને ઓફિસોમાં વપરાતી તમામ વસ્તુઓ મળતી.હીરાબજારમાં જે મોટા વેપારી હતા એ તમાંમના કારખાનાઓ પણ શહેરના વિવિધ