સાંજ ઢળી રહી છે. ઠંડો પવન સુસવાટા મારે છે. પવનના લીધે બારીના કાચ વારે ઘડીએ અથડાયા કરે છે. પણ રૂમમાં બેઠેલી રચનાને તો જાણે કંઈ ભાન જ નથી. ત્યાં જ રચિત હોસ્પિટલથી ઘરે આવીને રચનાની આ હાલત જોવે છે. રચના એમના લગ્નનો આલ્બમ લઈને બેઠી છે. એના વાળ પણ એણે પિંખી નાખ્યા છે. ઘરનો બધો સામાન પણ ટુટીને અહીંતહીં પડ્યો છે. રચિત ઝડપથી રચના પાસે આવે છે. જોયું તો એ રડતી જાય છે અને આલ્બમ ફાડતી જાય છે. રચિત એના ખભા પર હાથ મૂકીને એને બોલાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. રચના અને રચિત. પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા