ઓફિસમાં લગાવેલ જૂના એ.સીના એક્ઝિટફેનનો ધ્રૂજતો ઘોંઘાટ ઓફિસમાં કામે ચોંટેલ જૂનાકર્મચારીઓને કોઠે પડી ગયેલો પણ થોડા દિવસો અગાઉ નવી આવેલ યામિની માટે એ મગજનો દુખાવો હતો.ચાલીમાં વસતા સામાન્ય પરિવારની છોકરી પણ એના વિચારો સામાન્ય ન હતા એ ખુદ પોતાના પગ પર ઊભી થઈ સ્વનિર્ભર બની પોતાનાં માતા પિતાને જવાબદારીઓમાંથી નિવૃત કરી એમની સેવા કરવી. અત્યારના યુગથી તદ્દન વિરોધી ઇચ્છાઓ સેવતી હતી અને સેવા કરતી પણ હતી. એનો મેકઅપયુક્ત ચહેરો વાસ્તવિક રંગને છુપાવી રહ્યો હતો.એના સિલ્કીવાળમાં સામેલ સુંગધિત તેલની મીઠી સુવાસ ઓફિ